-11%

Satori Novel By Dr Nimitt Oza

Original price was: ₹375.00.Current price is: ₹335.00.

1 in stock

Description

Satori Novel By Dr Nimitt Oza Gujarati Book

સટોરી નિમિત્ત ઓઝા એ “જાગરણ” , “સમજણ; સમજ”માટેનો જાપાની બૌદ્ધ શબ્દ છે સટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે.

વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મ-ખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે. ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે.

સટોરી નિમિત્ત ઓઝા ગુજરાતી પુસ્તક ( Satori Novel Nimitt Oza )

વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે. વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે આત્મબોધ જન્મે છે. જ્ઞાનમાર્ગ ગુગલ પર નથી જડતો. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે. પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય, આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે. એ બુદ્ધની હોય કે કૃષ્ણની, મહાવીરની હોય કે મહાત્માની, આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે.

કથા જ આપણું કલ્યાણ કરે છે. એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી. આ સટોરી નિમિત્ત ઓઝા ગુજરાતી પુસ્તક માં ઉદાસી થી ઉદ્દાર સુધીની વાત કરવામાં આવેલી છે, નિમિત ઓજનું આ પુસ્તક તમને એક નવી દિશા, નવો ઉજાસ, નવી ઉર્જા, નવો વિચાર આપવાનું કામ કરશે. આ ગુજરાતી પુસ્તક અચૂકથી વસાવવા તથા વાંચવા જેવુ છે.

સટોરી નિમિત્ત ઓઝા ગુજરાતી પુસ્તક 

સટોરી લેખક નિમિત્ત ઓઝાનું એવું અનોખું અને પ્રેરણાત્મક પુસ્તક છે, જે વાચકને જીવનના ઊંડા પ્રશ્નો સાથે જોડે છે.  અચાનક જાગૃતિ અથવા આત્મજ્ઞાનનો અનુભવ. આ પુસ્તકમાં લેખકે આધ્યાત્મિકતા, જીવનશૈલી, માનસિક સંઘર્ષો અને માનવ મનની ક્ષમતાઓને ખૂબ જ સરળ ભાષામાં રજૂ કર્યા છે.

નિમિત્ત ઓઝા તેમની અનોખી લેખનશૈલી અને વિચારો માટે જાણીતા છે. તેઓ વાચકને આત્મમંથન તરફ દોરી જાય છે અને બતાવે છે કે સાચી ખુશી, શાંતિ અને સફળતા આપણા અંદરના ચેતનામાં જ છુપાયેલી છે. સટોરી નિમિત્ત ઓઝા ગુજરાતી પુસ્તક માત્ર વાંચન નથી, પરંતુ એક અનુભૂતિ છે – જે મનને શાંતિ આપે છે અને જીવનના સાચા અર્થ તરફ લઈ જાય છે.

આ પુસ્તક ખાસ કરીને આત્મસંશોધન, આધ્યાત્મિકતા, ધ્યાન (Meditation) અને મનની શક્તિમાં રસ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં “સટોરી” તમને તમારા મનને સંતુલિત રાખવા, જીવનમાં સંતોષ મેળવવા અને આંતરિક શક્તિને ઓળખવા માટે માર્ગદર્શક બને છે.

જો તમે તમારા જીવનમાં નવી દિશા, સ્પષ્ટતા અને શાંતિ મેળવવા માંગતા હો, તો સટોરી નિમિત્ત ઓઝા ગુજરાતી પુસ્તક વિડીયો પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ. આ પુસ્તક તમને એક નવી દ્રષ્ટિ અને આંતરિક પરિવર્તનની યાત્રા તરફ દોરી જશે.

Additional information

Weight 0.200 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Satori Novel By Dr Nimitt Oza”

Your email address will not be published. Required fields are marked *

You may also like…