Cancer Etale Cancel Nathi By Vipul M Kothari Gujarati Book Summary
કૅન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કૅન્સર.
કૅન્સરનું નામ સાંભળતાં જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે. કૅન્સર એ આજના જમાનાની જીવલેણ બીમારી છે,
પરંતુ સમયસર તેનું નિદાન થાય, સમયસર તેની સારવાર થાય અને કૅન્સર સાથે ઝઝૂમવાનું મનોબળ હોય તો કૅન્સર સામે વિજય મેળવીને લાંબું જીવન જીવી શકાય છે
કેન્સર એટલે કેન્સલ નથી વિપુલ કોઠારી ગુજરાતી બુક
રાજેશ ખન્નાની ‘આનંદ’ તથા અમિતાભ બચ્ચનની ‘મીલી’ – આ બંને ફિલ્મોએ લોકમાનસ પર ગહેરી અને આગવી છાપ ઊભી કરી હતી. અસાધ્ય રોગો આવી પડે તો પણ નકારાત્મક વિચારો, માનસિક તનાવ કે હતાશામાં ખૂંપી જઈ પોતાનું જીવન હારી ગયાનો અહેસાસ કર્યા વગર, જેટલું હજુ જીવવાનું બાકી છે, તે સંપૂર્ણ સંતોષ, સાહજિકતાભર્યું તથા પ્રેમાનંદ સાથે જીવી જાણવું જોઈએ.
આ કેન્સર એટલે કેન્સલ નથી વિપુલ કોઠારી ગુજરાતી બુક કૅન્સરથી પીડાતા અન્ય દર્દીઓ માટે એક દીવાદાંડીની જેમ માર્ગદર્શક સાબિત થશે જ અને સાથે સાથે કોઈ કૅન્સરપીડિતને હિંમતભેર, સ્વસ્થચિત્તે જીવન જીવવાનો રાહ પણ ચીંધી શકશે!
Reviews
There are no reviews yet.