Prem Piyala By Ankit Trivedi

150.00

  • Page : 135
  • Author : Ankit Trivedi
  • Navbharat Sahitya Mandir

1 in stock

Category:

Description

પ્રેમ પિયાલા ગુજરાતી પુસ્તક ( Prem Piyala By Ankit Trivedi ) એટલે જગતમાં એવી વ્યક્તિ જ નથી જેણે પ્રેમ કર્યો ન હોય! અસ્તિત્વ પણ આપણા વ્યક્તિત્વના ભરપૂર પ્રેમમાં છે. એની સાબિતી જેવો સમય આપણે જીવવાને બદલે વેડફી નાખીએ છીએ. પ્રેમને તૃપ્તિ પર ભરોસો નથી. એ તો પળેપળની અતૃપ્તિ છે. પીધા પછી પણ છિપાય નહીં એવી તરસમાં પ્રેમ છે. એને યાદોના હેંગરમાં હેંગઓવર થઈને લટકવું નથી ગમતું! એને ભવિષ્યની ધારણાઓ આંજીને આંખોને ઉલ્લુ બનાવવાનું નથી પરવડતું. એ તો વર્તમાનનો વૈભવ છે. જેની પાસે પ્રેમ છે એની પાસે બધું જ છે.
 
પ્રેમ હોય પછી બીજા કશા ટેકાની જરૂર નથી. પ્રેમ તો એવો આસવ છે જે ભાનમાં લાવે છે, જાગૃતિને જીવંત કરે છે. દર્પણ વગર આંખો મિલાવવાની અનુભૂતિ છે. પ્રેમનો નશો ખભાઓ ઉપર બગીચા ઉગાડીને પતંગિયાની જેમ ઊડાઊડ કરતાં આપણને હળવા કરે છે. જેના ઘૂંટ ઘૂંટમાં જીવન છે એ પ્યાલો પ્રેમનો છે. એને પીવા માટે પાત્ર નહીં, પાત્રતાનો પ્યાલો જરૂરી છે. દુનિયાને ખંખેરીને તમે સાવ એકલા હશો ત્યારે પ્રેમ તમને એના પ્રત્યેક ઘૂંટમાં જીવનથી તરબતર કરશે. આ પુસ્તકના પાને પાને એવો પ્રેમરસ છે.
લાગણીશીલ માણસ તરીકે અંકિત ત્રિવેદી દ્વારા લખાયેલું તથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ ગુજરાતી પુસ્તક ચોક્કસ થી વાંચવું જોઈએ. આ ગુજરાતી પુસ્તક તમારી લાગણી અનુભવવાની રીત બદલી નાંખશે.

Additional information

Weight 0.350 kg
Dimensions 10 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Prem Piyala By Ankit Trivedi”

Your email address will not be published. Required fields are marked *

You may also like…