-10%

Ajwala No Autograph by Dr Nimit Oza

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

1 in stock (can be backordered)

Description

Ajwala No Autograph by Dr Nimit Oza Gujarati Book Summary

આપણા મગજનું ડિફોલ્ટ મૉડ નેટવર્ક’ આપણને હંમેશાં નૅગેટિવ બાબતો અને વિચારો તરફ આકર્ષિત કરે છે. નૅગેટિવિટી આપણા સ્વભાવમાં છે. આપણા સબ- કૉન્શિયસ માઈન્ડમાં છે.

આપણી fb પોસ્ટ કે ફોટા પર આવેલી ૯૯ સારી કમેન્ટ્સને ભૂલી જઈને આપણું મન ફક્ત પેલી એક નૅગેટીવ કમૅન્ટમાં અટવાયા કરે છે. આ નેગેટિવિટી Bias’ છે અને આ જ આપણી પ્રકૃતિ છે. આમાંથી બહાર આવવા માટે ણે બૌદ્ધિક અને વૈચારિક પ્રયત્નો ( Ajwala No Autograph by Dr Nimit Oza Gujarati Book Summary ) કરવા પડે છે.

ઑપ્ટિમિઝમ મસલ વિકસાવવું પડે છે. જે રીતે જીમમાં જઈને આપણે વર્ક-આઉટ કરીએ છીએ અને બાયસેપ્સ કે એબ્સના મસલ્સ બનાવીએ છીએ, એ જ રીતે આપણા મનમાંઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદ માટેનું એક ‘મસલ’ રહેલું હોય છે. પોઝિટિવ વિચારતા થઈ જવું, એ કોઈ રાતોરાત થતી પ્રક્રિયા નથી. એને માટે જીમ જેટલો જ પરિશ્રમ કરવો પડે છે.

અજવાળાનો ઓટોગ્રાફ ગુજરાતી પુસ્તક વિડીયો

અજવાળાનો ઓટોગ્રાફ ગુજરાતી પુસ્તક માં જણાવ્યું છે કે પરિસ્થિતિ ક્યારેય સારી કે ખરાબ નથી હોતી. એ પરિસ્થિતિ પ્રત્યેનું આપણું રિઍક્શન સારું કે ખરાબ હોય છે, પરિસ્થિતિ કે સંજોગો નિર્જીવ હોય છે. આપણો સારો કે ખરાબ અભિગમ એમાં જીવ રેડતો હોય છે.

એ પરિસ્થિતિ પ્રત્યેનો આપણો સારો કે ખરાબ દૃષ્ટિકોણ એને ઊર્જા અને વેગ આપે છે. આપણું આખું જીવન સારી કે ખરાબ ઘટનાઓના આધારે નહીં, પરંતુ આપણા જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યેના આપણા સારા કે ખરાબ અભિગમોથી નક્કી થતું હોય છે.

અજવાળાનો ઓટોગ્રાફ ગુજરાતી પુસ્તક ડો નિમિત ઓઝા

દરેક  દુ:ખ આવનારા સુખનો પગરવ છે અને દરેક પીડા આવનારી નિરાંત અને રાહતના ભણકારા. આપણાં દરેકના જીવનમાં કેટલાંક એવાં પ્રકરણો હોય છે, જેનાં પાનાંઓ અંધારાની શ્યાહીથી છપાયેલાં હોય છે. ઈશ્વરને એવી જ પ્રાર્થના કે જીવનના એ અંધકારમય પાનાંઓમાંથી પસાર થતી વખતે, એ પાનાંઓમાં ક્યાંક ઢંકાઈ અને છુપાઈ ગયેલો અજવાળાનો ઑટોગ્રાફ આપણે વાંચી શકીએ.

અજવાળાનો ઓટોગ્રાફ ગુજરાતી પુસ્તક ડો નિમિત ઓઝા R R Sheth Publication દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

Additional information

Weight 0.350 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Ajwala No Autograph by Dr Nimit Oza”

Your email address will not be published. Required fields are marked *

You may also like…