સેપિયન્સ ( Sapiens Audio Book ) માણસના ભૌતિક સુખનો ઇતિહાસ છે. ઇતિહાસનો આ એક પ્રમાણભૂત દસ્તાવેજ છે. એમાં જે તથ્યો છે તે આસાનીથી સમજમાં આવે તેવાં છે. 70 હજાર વર્ષ પહેલાં આપણે આફ્રિકાના અંધારા જંગલમાં એક બીજ બનીને જન્મ્યા હતા અને આજે અસીમ બુદ્ધિમત્તાના પ્રતાપે એક વિશાળ વટવૃક્ષ બની ગયા છીએ, જેનાં મૂળિયાં પૃથ્વીના તમામ ભાગોમાં અને જેની ડાળખીઓ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી છે.
જીવશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનાં તથ્યો પર આધારિત આ પુસ્તક તમને એ સમજાવે છે કે કેવી રીતે મનુષ્યો પ્રભુત્વની લડાઈ જીત્યા, કેવી રીતે તેમણે ઈશ્વરની કલ્પના કરી, કેવી રીતે સામ્રાજ્યો અને શહેરોની રચના કરી, કેવી રીતે જીવનને સંગઠિત કર્યું અને ભાષાનો, ખેતીનો, ઉદ્યોગોનો, વિજ્ઞાનનો અને ટૅક્નૉલૉજીનો કેવી રીતે આવિષ્કાર કર્યો.

છેલ્લી અડધી સદીથી અવકાશયાનો પરગ્રહો પર જીવનના સંકેતો શોધી રહ્યાં છે. ચંદ્ર અને મંગળ વિજ્ઞાનીઓના ટાર્ગેટ પર છે. સ્પેસ સાયન્સમાં દરેક દેશોના પોતાના રાષ્ટ્રીય હેતુઓ તો હોય છે જ, પણ વિજ્ઞાનીઓનું એકમાત્ર લક્ષ્ય બીજા ગ્રહ પર માણસ માટે વસવાટ શોધવાનું છે. પૃથ્વી પર જે જીવન છે, તેના પર બહુ મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.
આપણે પર્યાવરણનો એવો ખુડદો બોલાવ્યો છે અને પરમાણુ બૉમ્બની એટલી વિરાટ તાકાત એકઠી કરી છે કે આપણું મોત હવે કલ્પનાનો વિષય રહ્યું નથી. બ્રિટિશ ભૌતિક રાસાયણિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે વારંવાર કહ્યું છે કે માણસે જો બીજા દસ લાખ વર્ષ સુધી જીવતા રહેવું હશે, તો આગામી 600 વર્ષમાં પરગ્રહ પર ઘર બનાવવું પડશે.
70 હજાર વર્ષ પહેલાં એક તુચ્છ જાનવર તરીકે પેદા થઈને આખી પૃથ્વીના માલિક અને સમગ્ર પ્રાકૃતિક જીવન માટે આતંકી બની ગયેલા હોમો સેપિયન્સની દિલધડક કહાની આ પુસ્તકમાં છે સ્કૂલલાઈફમાં આપણે સૌ ભણ્યા છીએ, પણ એ ઇતિહાસનો આપણા આંતો, વિકાસ સાથે શું સંબંધ છે કેવી રીતે પડશે તે સમજનો અભાવ છે.
સેપિયન્સ આનો જવાબ આપવાન ભયા હતા ને અને અધૂરું હતું તે આ પુસ્તક વાંચીને તમને ખબર પડશે. મનુષ્ય ગુફાબત બહાર નીકળીને ખેતરો, ઉદ્યોગો અને આજે ઑફિસોમાં કેવી રીતે પહેણ ગયો અને તેમાં એની બાયૉલૉજી અને કેમિસ્ટ્રીએ કેવી ભૂમિકા ભજવી, તેને એક અજાયબ ચિત્ર આ પુસ્તકમાં છે.
બિલ ગેટસ આ પુસ્તક વાંચ્યા બાદ જણાવે છે કે હું એ લોકોને સેપિયન્સ વાંચવાની ભલામણ કરું છું જેમને માનવ પ્રજાતિ ના ઇતિહાસ અને ભવિષ્યમાં રસ છે. જો તમને માનવ પ્રજાતિ ના ઈતિહાશ વિષે જાણવામાં રસ હોય અથવા તો માનવી નો વિતેલા સમય જાણવાની ઘણાં હોય તો નક્કી તમારે આ પુસ્તક વાંચવું જોઈએ.

મોટાભાગના લોકો એવું માનીને ચાલે છે કે આપણે દેવના દીધેલ છીએ અને વિશ્વકર્માએ આપણને વિશેષ રીતે ઘડીને મોકલ્યા હતા. આ પુષે તમને યાદ અપાવે છે કે આજે પૃથ્વી પર જેમ ડુક્કરોની અનેક જાતિમ અસ્તિત્વમાં છે, તેવી જ રીતે આપણા જેવા ઘણાં મનુષ્યો આ ગ્રહ પર રહેત હતા.
એમાં ફક્ત આપણી અંદર જ સમજશક્તિની ચિનગારી પ્રગટી અને તેના આધારે આપણે બીજા મનુષ્યો અને જીવોને પછાડીને સમૂહમાં રહેતા ખેતી કરતા, ઉદ્યોગો સ્થાપતા, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિ કરતા થય જે સમજશક્તિના બળે મનુષ્ય સૌથી શક્તિશાળી પ્રાણી બની ગયો છે.
તે જ સમજશક્તિ આજે માત્ર તેના જ નહીં, સમગ્ર પૃથ્વી અને જીવસૃષ્ટિની તબાહીનું કારણ પણ બની રહી છે. આ પુસ્તક આપણી આ કહેવાતી ભગ પ્રગતિ સામે પ્રશ્નાર્થ મૂકે છે.
પ્રસિદ્ધ ( sapiens book audio Yuval Noahharari ) અમેરિકન ભૌતિકશાસ્ત્રી ડેવિડ બોમ અને ચિંતક જે. કૃષ્ણમૂર્તિ વચ્ચે એક સંવાદ થયો હતો. તેમાં કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે, “કશુંક બનગ માગતી માનવજાતિએ સદીઓ પહેલાં ખોટો રસ્તો પકડી લીધો હતો,
પરિણામે આંતરિક સંઘર્ષ સર્જાયો. આજનો મોટો સવાલ એ છે કે શું માણસને એવ કોઈ દિશામાં વાળી શકાય, કે જ્યાં એ પોતાની સાથે, આજુબાજુની જીવસૃધિ સાથે અને પૂરી કુદરત સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના જીવી શકે?”
હોમો સેપિયન્સમાં જ્યારે સેલ્ફ-કૉન્શ્યસનેસ પેદા થઈ, ત્યારે તેને બાકસ તમામ જીવો કરતાં શ્રેષ્ઠ હોવાનો અહેસાસ થયો, તેમાંથી તેની પ્રગતિ અને તબાહીનો રસ્તો પણ શરૂ થયો.
ઉત્ક્રાંતિના ક્ષેત્રમાં કામ કરતા વિજ્ઞાનીએ માને છે કે 70 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતી હોમો સેપિયન્સની અને જાતિઓમાંથી કોઈ એક જાતિમાં વિકૃત થયેલાં જનીન એટલે કે જીવતાં સેલ્ફ-કૉન્શ્યસનેસ પેદા થઈ હશે, અને કદાચ એટલે જ આપણે બ્રહ્માડય સૌથી ખૂબસૂરત ગ્રહ પૃથ્વીને બરબાદ કરી નાખ્યો છે.
આપણે માનીએ છી એ કે પૃથ્વી પર આપણે જ સૌથી બુદ્ધિશાળી તેમજ બળવાન છીએ અને આપણે જ પૃથ્વીના કેન્દ્રમાં છીએ તેમજ સમગ્ર સૃષ્ટિ આપણા ભોગવિલાસ માટે છે. પ્રકૃતિને કંટ્રોલમાં લેવાની આ હોડમાં આપણે હવા બગાડી છે, પાણી પ્રદુષિત કર્યું છે, વનસ્પતિ ખલાસ કરી છે.

આમાં પાછા જવાનો હવે કોઈ રસ્તો નથી, એટલે નવી ક્રાંતિ મારફતે આપણે સતત બળવાન થતા રહીએ છે. આપણે જેને પ્રગતિ કહીએ છીએ તે ટૅક્નૉલૉજીની પ્રગતિ છે, પણ માણસની સમજશક્તિમાં કોઈ ક્રાંતિ નથી આવી. હોમો સેપિયન્સ જ્યારે ગુફામાં રહેતો હતો, ત્યારે ગધેડાનાં હાડકામાંથી હથિયાર બનાવીને હત્યા કરતો હતો.
આજે એ કામ આપણે બંદુક અને બોમ્બથી કરીએ છીએ. શું એમાં આશ્ચર્ય નથી કે જે માણસે કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રવાસ કરી શકાય તેવાં જેટ પ્લેન બનાવ્યાં છે, તે જ માણસે અત્યંત ઘાતક મિલિટરી ફાઇટર પ્લેન પણ બનાવ્યાં છે?
યુ. જી. કૃષ્ણમૂર્તિ બટ્રાન્ડ રસેલને મળ્યા, ત્યારે રસેલના વિશ્વશાંતિના પ્રયાસોની મજાક કરતાં કહ્યું હતું, ‘તમે જે હાઇડ્રોજન બૉમ્બની નિંદા કરો છો અને તેના નાશની અપીલ કરો છો, એ તમારા પોલીસમેનનું જ એક્સ્ટેન્શન છે. જે જાન-માલની રક્ષા કરવાની જરૂરિયાતમાંથી પોલીસમેનનો જન્મ થયો હતો, તે જ જરૂરિયાતમાંથી હાઇડ્રોજન બૉમ્બનો જન્મ થયો છે. બૉમ્બને કાઢતા પહેલાં પોલીસમેનને કાઢો.”

ગુફામાં ( Yuval Harari a Brief history of Humankind ) બેસીને ગધેડાનાં હાડકાંને અણી કાઢનારો લઘરવઘર સેપિયન્સ આજે સૂટ-બૂટ પહેરીને અમેરિકામાં-રશિયામાં બેઠો છે, પાકિસ્તાન- અફઘાનિસ્તાનમાં બેઠો છે, ઇરાક—સીરિયામાં બેઠો છે કે ઉત્તર કોરિયામાં બેઠો છે. આને જ આજનો માણસ પ્રગતિ કહે છે.
મંચ પર ચઢીને આપણે એક બાજુ શાંતિ અને પ્રેમની વાતો કરીએ છીએ, બીજી તરફ સેકન્ડ્ઝમાં સંહાર કરે તેવાં શસ્ત્રો ય બનાવીએ છીએ. શું આ વિચિત્ર નથી? કેવું કરુણ આશ્ચર્ય કહેવાય કે માણસ શાંતિ માટે યુદ્ધ કરે છે! જંગલમાં રહેતાં પશુ કરતા માણસ વધુ હિંસક છે.
પશુ બીજા પશુને ત્યારે જ મારે છે, જ્યારે એને ભૂખ મિટાવવાની હોય. પૃથ્વી પર માણસ જ એકમાત્ર એવું પ્રાણી છે, જેની પાસે ભૂખ મિટાવવાનાં તમામ સાધન મોજૂદ હોવા છતાં, એ માત્ર માન્યતા, અંધશ્રદ્ધા કે ખરાબ વિચારને લઈને બીજા માણસની હત્યા કરે છે.
મોટાભાગના લોકો પોતાના જીવનમાં ડોકિયું કરતાં ડરે છે અને પોતાનામાં પરિવર્તન સામે વિરોધ પેદા કરી લે છે. વિકાસની લાંબી યાત્રામાં માણસનું દિમાગ યુદ્ધ, હિંસા, સંઘર્ષ અને નફરત માટે સંસ્કારિત થઈ ગયું છે. માનવીય દિમાગ સંઘર્ષ અને હિંસાના સંસ્કારથી બંધાયેલું છે.