જીવનમાં હજારો યુદ્ધ લડવા કરતા સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો વધુ ઉમદા કાર્ય છે. જો તેમાં સફળતા મળશે તો વિજય હંમેશા તમારો જ રહેશે અને તેને કોઈ તમારા પાસેથી છીનવી નહીં શકે

ક્રોધિત થઈને હજારો ખોટા શબ્દો બોલવા કરતા મૌન રહેવું વધું સારૂ જે જીવનમાં શાંતિ લાવે છે.

ભવિષ્ય માટે ન વિચારશો, ભૂતકાળમાં ખોવાશો નહીં, ફક્ત વર્તમાન પર ધ્યાન આપો. જીવનમાં ખુશ રહેવાનો આ એકમાત્ર રસ્તો છે.

જે વ્યક્તિને જાણી જોઇને પણ જૂઠું બોલવામાં સંકોચ નથી થતો તે કોઇપણ પ્રકારનું પાપ કરી શકે છે. એટલે તમે પોતાના મનમાં નક્કી કરી લો કે તમે હસી મજાકમાં પણ ક્યારેય અસત્ય નહીં બોલો.

નફરતને નફરતથી ખતમ નથી કરી શકાતી તે ફક્ત પ્રેમથી જ ખતમ થઈ શકે છે આ એક પ્રાકૃતિક સત્ય છે

આરોગ્ય વગર જીવન જીવન નથી તે માત્ર એક કષ્ટદાયક સ્થિતિ છે મોતની છબિ છે.

સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટુ ધન છે વફાદારી સૌથી મોટો સંબંધ છે

જેવી રીતે આગ વગર મીણબત્તી સળગી નથી શકતી તેવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન વગર માણસ રહી નથી શકતો