આકરી મહેનતનો કોઈ પર્યાય નથી. હું આજકાલ તો વળી બધાં જ મહેનત કરે છે તેથી તમારે તો બધાં કરતાં વધુ કમર કસવી પડશે. લક્ષ્મી મિત્તલ [સ્ટીલ ઉદ્યોગના બેતાજ બાદશાહ]
મંદી આવે, શૅર માર્કેટમાં કડાકા પણ બોલે! જો તમે આ બધું સમજ્યા વગર આ બજારમાં ઝંપલાવ્યું હશે તો સમજજો કે તમે પૂર્વતૈયારી વગર આંધળુકિયાં કર્યાં છે. તમે સફળ નહીં થાવ. પીટર લિન્ચ [‘ફ્રિડેલિટી મેગેલન’ ફંડના ભૂતપૂર્વ મૅનેજર]
તમારા કાર્યથી જો અનેક લોકો ખુશ થાય, તો માનજો કે તમે ખરેખર કોઈ સત્કાર્ય કર્યું છે. ગ્રેગ નોર્મન [ઉદ્યોગપતિ તથા ગોલ્ફ ખેલાડી]
અંતર આત્માનો અવાજ સાંભળવામાં સફળતાની ચાવી છે. જે. વિલાર્ડ મેરિએટ છે (જગપ્રસિદ્ધ ‘મેરિએટ’ હોટેલ્સના સ્થાપક)