જે આળસુ છે, છળ-કપટ કરે છે, કર્મ કરતા નથી અને ભાગ્યના ભરોસે બેઠા રહે છે, તેઓ હંમેશાં ગરીબ જ રહે છે

આળસુ વ્યક્તિને વિદ્યા મળતી નથી, વિદ્યાહીનને ધન મળતું નથી, ધનહીનને મિત્ર મળતાં નથી

જે વ્યક્તિ પોતાના મિત્ર અને સંબંધીને છોડીને પારકા લોકોને મહત્ત્વ આપે છે, તેઓ બરબાદ થઇ જાય છે

આત્મરક્ષા જ સૌથી મોટી રક્ષા છે, આત્મ સમાનના હનનથી વિકાસનો વિનાશ થઈ જાય છે.

વિદ્યા જ નિર્ધન વ્યક્તિનું સૌથી મોટું ધન છે. વિદ્યાને ચોર પણ ચોરી શકતો નથી.

દેવું, દુશ્મન અને રોગ જડમૂળથી નાબૂદ કરી દેવા જોઇએ.

મોહમાયની જાળમાં ફસાયેલા માણસને શાંતિ મળતી નથી.