સંભોગથી સમાધિ તરફ એ એક લાંબી યાત્રા છે.

સમાધિ એ અંતિમ ધ્યેય છે, સંભોગ એ પ્રથમ પગથિયું છે.

અને હું તમારું ધ્યાન દોરવા માગું છું કે જેઓ પ્રથમ પગથિયાને ઓળખવાનો ઇન્કાર કરે, તેની નિંદા કરે, તેઓ બીજા પગથિયે પણ પહોંચી શકશે નહીં. તેઓ વિકાસ કરી શકશે નહીં.

એ જરૂરી છે કે પહેલું પગથિયું હોશપૂર્વક, સમજણપૂર્વક અને જાગરૂકતાથી ભરવું જોઈએ.

પણ સાવધાન ! સંભોગ એ આખરી લક્ષ્ય નથી; સંભોગ એ તો શરૂઆત છે.

પ્રગતિને માટે વધુ ને વધુ પગથિયાં જરૂરી છે.