વધુ પડતાં ગંભીર ના બનશો. જીવન એક ક્ષણનો ચમકારો છે, પણ તમે બહુ લાંબા સમય સુધી મૃત રહેવાના છો.

મૃત્યુ તેને માનવામાં આવે છે તેવી આફત નહીં, પણ જીવનનું એક મૂળભૂત પાસું જેમાં પરે જવાની આધ્યાત્મિક સંભાવના રહેલી હોય

આ અનોખા પુસ્તકમાં, મૃત્યુના ગહન પાસાંઓ જેમના વિષે ભાગ્યે જ વાત કરવામાં આવે છે, તેમના પર ચર્ચા કરતી વખતે સદ્ગુરુ તેમના આંતરિક અનુભવો વડે મૃત્યુના ઘણા રહસ્યોને ઉજાગર કરે છે.

મૃત્યુ પામી રહેલી વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરી શકીએ અને મૃત્યુ પછી પણ આપણે તેમની યાત્રાને સુખદ બનાવવા માટે કેવી રીતે મદદ કરી શકીએ છીએ.

જીવન અને મૃત્યુ મારી અંદર જીવે છે એકસાથે કદી એકને બીજાથી ઉપર રાખ્યું નથી જ્યારે કોઈ દૂર હોય, હું જીવન અર્પ છું નજીકના સાનિધ્યમાં હું મૃત્યુ સાથે કામ કરું છું સીમિતના મૃત્યુમાં હશે અમરત્વની હાજરી મૂર્ખાઓને મારી નિષ્કલંક દાનવતા વિશે કેવી રીતે કહું