ચિંતા એટલે મુસીબતની થાપણ પાકે તે પહેલાં તેની પર આપણે ચૂકવેલું વ્યાજ
માણસના શરીરમાં (છુપાઈને) રહેતો મહાન શત્રુ આળસ છે અને શરીરમાં રહેતો ઉત્તમ સ્વજન ઉદ્યમ છે. ઉદ્યમ કરે તે માણસ દુ:ખી થતો નથી.
તમારું કામ તમે કુશળતાથી કરતા હો, તો તમને થાક સહેલાઈથી લાગતો નથી. એટલે થાકનો ખરો ઇલાજ એ છે કે પોતાના કામમાં ખરેખર રસ લેતાં રહેવું
દરેક માણસને લાંબું જીવવું છે,
પણ કોઈને ઘરડા થવું નથી.
ઈર્ષ્યા, ઘૃણા, અસંતોષ, ક્રોધ સતત શંકા તથા પારકાને આશ્રયે જીવન; આ છ સ્થિતિવાળા માણસો હંમેશાં દુઃખ ભોગવે છે.
હાથથી હાથ મસળીને, દાંતોથી દાંતોને કચકચાવીને અને અંગોથી અંગોનું સંમર્દન કરીને, સૌથી પહેલાં તો પોતાના મનને જીતવું જોઈએ.
તંદુરસ્તીને ઉંમર ન નડે.
આયુષ્યને રોગ ન નડે.
સંબંધને સ્વાર્થ ન નડે.
મનને અંતર ન નડે.
તો પછી આત્માને મૃત્યુ નડે ખરું?
વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.