પરાજયમાંથી બોધપાઠ લઈને મોટી સફળતા માટે આગળ વધો.

સારા અને સકારાત્મક વિચારોથી તમારી આંખોને યોગ્ય ચમક અને શક્તિ આપો.

તમારો દેખાવ ‘કૉન્ફીડન્ટ’ અને બીજાં લોકોને રસ પડે તેવો હોવો જોઈએ.

તમારું કામ કાયદા મુજબનું અને નીતિવાળું હોય તો એ જરૂર કરો.

તમારા વિજયની મીઠી યાદો તથા ક્યારેય હાર ન પામ્યાની યાદો મનમાં ભરી દો. તમારા વિચારો પર તમારો જ અંકુશ છે તે યાદ રાખો.

જેનો ડર હોય એ જ કરો એટલે ડર જતો રહેશે.

જે છોડનું બીજ હશે તે છોડ જ તેમાંથી ઊગશે. જાતને પૂછો, “મારે કયા બીજમાંથી છોડ ઉગાડવો છે?” તથા “મારાં સ્વપ્નમાંથી કેટલો નફો થવાની શક્યતા છે?

જિંદગીનો વિચાર એક બાગ તરીકે કરો. આપણે જેનાં બી રોપીશું તે જ ઊગશે.