પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે. ભગવાન બુધ્ધ

આમ તો જીંદગીને ધ્યેય હોતું નથી, પરંતુ તમે તમારી જિંદગી માટે ધ્યેય નક્કી કરી શકો છો.  આઈસ્ટાઈન

જે ગાડી દરેક નાના સ્ટેશને ઊભી રહે છે તે પોતાના લક્ષ્ય પર મોડી પહોંચે છે

મનુષ્યમાં શક્તિની ખામી હોતી નથી, માત્ર સંકલ્પની જ ખામી હોય છે.

જીવન લક્ષ્યને આંબવાની ક્ષમતા સુધારવા માટે પહેલાં તમારી જાતમાં સુધારો કરો.

જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી તો પહેલાં જુઓ ત્યાં પહોંચતા જ આગળનો રસ્તો મળી જશે. 

સપનું એ નથી જે તમે સૂઈ ગયા પછી જુઓ છો, સપનું એ હોય છે જે તમને સૂવા નથી દેતું.

હકીકતને જુઓ, એ હકીકત જ તમને માર્ગ બતાવશે.

 તમારી સફર નહીં હું કે બીજું કોઈ પૂરી કરી શકશે, તમારા માર્ગ પર તો ખુદ તમારે ચાલવું પડશે.