દરેક વસ્તુમાં છુપાયેલી તેની ત્રિગુણી માયાને ઓળખ્યા વિના મનુષ્યનો ઉદ્ધાર નથી.

મનુષ્યનાં પોતાના વિશ્વનું નિર્માણ, તેના મનરૂપી કોમ્પ્યુટરમાં ડેટા નાખવાથી થાય છે.

પોતાનું વિશ્વ ફેલાવવાને બદલે તેને સંકેલવા ઉપર ધ્યાન દેવું બુદ્ધિમાની છે.

મનમાં પ્રવેશ કરતાં જ વસ્તુ સ્પેસમાં, અસ્તિત્વમાં આવી જાય છે.

પ્રત્યેક મનુષ્યને પોતાના વિશ્વના નિર્માણની સંપૂર્ણ સ્વતંત્રતા ઉપલબ્ધ છે.

સમય સદાયે પ્રત્યેક મનુષ્યનું માત્ર હિત ઇચ્છે છે

સમયની ધારાથી વિખૂટા પડેલા લોકો ૬૦ વરસમાં ૬ વરસ પણ નથી જીવી શકતા.

ધ્યાનથી ભોગવવું અને અક્કલથી મુક્ત થવું.