કામ, ક્રોધ અને લાભ નરકના દ્વાર છે. આ ત્રણેય અવગુણોના કારણે જીવનમાં અશાંતિ રહે છે. એટલે તેનો ત્યાગ કરવો જોઈએ

શ્રેષ્ઠ વ્યક્તિ જેવું આચરણ કરે છે, સામાન્ય લોકો તે આચરણને આદર્શ માની લે છે અને તેના પ્રમાણે જ કામ કરે છે.

સંસારની બધી સ્ત્રીઓ પોતાના પુત્રને શ્રવણ બનાવવા માંગે છે, પણ પોતાનો પતિ શ્રવણ બને એ જોઈ નથી શકતી.

સૂકા લાકડા સાથે ભીનું લાકડું પણ બળે છે, તેવી જ રીતે દુષ્ટોની સંગત થી એક સજ્જન પણ પીડાય છે.

પરિવર્તન એ આ દુનિયાનો અપરિવર્તનશીલ નિયમ છે, અને દરેકે તેને સ્વીકારવું પડશે. કારણ કે તેને કોઈ બદલી શકતું નથી.

જેઓ મન પર નિયંત્રણ નથી રાખતા, તેમના માટે તે દુશ્મનની જેમ વર્તે છે.