Tamari Unlimited Shaktio Thi Rich Bano : Gujarati Book

Share

આ ( Your Infinite Power to Be Rich ) પુસ્તક તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે ?

તમારી અનલિમિટેડ શક્તિઓથી રીચ બનો ગુજરાતી પુસ્તક  ( Tamari Unlimited Shaktio Thi Rich Bano : Gujarati Book ) વ્યવહારમાં ઉપયોગી થાય તે રીતે લખાયું છે. એવાં નર અને નારી માટે આ ગુજરાતી પુસ્તક લખાયું છે જેમને નાણાંની ખૂબ જ જરૂર છે. આ પુસ્તક એવા લોકો માટે લખાયું છે જે જીવનમાં સમૃદ્ધિ પામવાની તક ઝડપી લેવા માગે છે.

તાત્કાલિક પરિણામ મેળવવા માટે તૈયાર હોય એવા લોકો માટે આ પુસ્તક લખાયું છે. અહીં દર્શાવેલી સીધી અને સરળ પદ્ધતિઓ શીખીને તેને અમલમાં મૂકવા તૈયાર હોય તેવા લોકો માટે જ આ પુસ્તક છે. સરળ રીતે સમૃદ્ધિ મેળવવા માટેની પદ્ધતિઓ અને તેનાં ઉદાહરણો તમને આગળનાં પાનાંઓમાં વાંચવા મળશે.

આ ( Tamari Unlimited Shaktio Thi Rich Bano Gujarati Book ) પુસ્તકમાં માનવીય મનના મૂળભૂત સિદ્ધાંતોને વર્ણવાયા છે, જે તમે પણ અપનાવી શકો છો. જે રીતે એડિસન અને આઇન્સ્ટાઇને આપેલા ઇલેક્ટ્રિસિટી કે મૅથેમૅટિક્સના સિદ્ધાંતોને તમે સ્વીકારો, તે રીતે આ સિદ્ધાંતોને પણ સ્વીકારી શકો છો. આ સિદ્ધાંતોને અમલમાં મૂકીને તમે ચોક્કસપણે ધાર્યાં પરિણામો મેળવી શકો છો.

તમારી અનલિમિટેડ શક્તિઓથી રીચ બનો ગુજરાતી પુસ્તક લખતી વખતે મેં શૈલીને તદ્દન સરળ અને સાદી રાખી છે, જેથી 12 વર્ષનાં કિશોર-કિશોરી પણ આ સિદ્ધાંતો સમજી શકે અને તેને અનુસરી શકે.

અહીં જે પણ દાખલા આપવામાં આવ્યા છે તે એવા લોકોના છે જેમણે પુસ્તકમાં વર્ણવેલા માનસિક અને આધ્યાત્મિક નિયમોને અમલમાં મૂકીને સમૃદ્ધિ મેળવી છે. હું જાણું છું ત્યાં સુધી બધા જ ધર્મો અને પંથોના તથા સમાજના જુદા જુદા વર્ગોના લોકોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આ બધા જ લોકોએ અમુક રીતે વિચારીને અને સબકૉન્શ્યસ માઇન્ડની શક્તિનો ઉપયોગ યોગ્ય રીતે કરીને સમૃદ્ધિ મેળવી છે.

આ પુસ્તકમાં શું શું આવરી લેવાયું છે તેની ઝલક અહીં નીચે આપી છેઃ

  • એક સેલ્સમૅન એક જ વર્ષમાં 5,000 ડૉલરથી આગળ વધીને 50,000 ડૉલર કમાતો કઈ રીતે થયો.
  • કેટલાય લોકોએ આ મૅજિક ફૉર્મ્યુલાનો ઉપયોગ કરીને દેવું ચૂકતેકર્યું.
  • લોસ એન્જલસનો એક બિઝનેસમૅન કઈ અમૂલ્ય ફૉર્મ્યુલાનો ઉપયોગ કરીને એક નાનકડી હાટડીમાંથી કરોડોના મૂલ્યની ચેઇન ઓફ સ્ટોર્સ ખોલી શક્યો.
  • છૂટક કામ કરતો એક સુથાર બહુમાળી ઇમારતો બનાવતો બિલ્ડર અને અઢળક સંપત્તિનો માલિક કઈ રીતે બન્યો.
  • દેવામાં ડૂબી ગયેલી એક વ્યક્તિ સમૃદ્ધિ મેળવવાના કયા ત્રણ વિશિષ્ટ નિયમોનું પાલન કરી દેવામાંથી બહાર નીકળીને ખૂબ આગળ વધી.
  • એક ધનિક ખાણમાલિકે પોતાના પુત્રને કઈ રીતે સમૃદ્ધિનો માર્ગ શીખવ્યો અને તે પુત્ર આગળ જતા કઈ રીતે પ્રસિદ્ધ સર્જન બન્યો આ કથામાં સમૃદ્ધિ પામવાના માર્ગની ચાવી પણ રહેલી છે.
  • મિટિંગ સત્યના પ્રાચીન માર્ગને અપનાવીને અબજો ડૉલરનું સામ્રાજ્ય કઈ રીતે ખડું કર્યું? તેમણે બાઈબલમાંથી પોતાની સમૃદ્ધિની ફૉર્મ્યુલા તારવી હતી અને સાબિત કર્યું કે તે અસરકારક છે.
  • કઈ રીતે કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ અને બિઝનેસમૅને પોતાના અંતરાત્માના ઊંડાણમાં રહેલા ખજાનાનો ઉપયોગ કર્યો.
  • 10 વર્ષનો એક બાળક, જ્યાં પણ ગયો ત્યાં પૈસાની ભેટ કઈ રીતે મેળવતો રહ્યો.
  • માનસિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોમાં કઈ રીતે હોશિયાર બનવું અને દુનિયાના તમામ સુખ પ્રાપ્ત થઈ શકે છે તે સમજી લેવું.

જો તમારી પાસે ધન નહીં હોય તો સુખી અને આનંદદાયક જીવન જીવવું શક્ય નથી. પૈસાદાર બનવાનો તાર્કિક અને વૈજ્ઞાનિક માર્ગ છે. તમે સુખી, આનંદદાયક અને સફળ જીવન જીવવા માગતા હો તો આ પુસ્તકનો તમારે વારે વારે અભ્યાસ કરવો જોઈએ. પુસ્તકમાં જણાવાયું છે તેનો બરાબર અમલ કરો. તેમ કરશો તો તમારા માટે વધુ ઉત્તમ, સમૃદ્ધ, આનંદદાયી અને સુખી જીવનના દ્વાર ખૂલી જશે.

આ પાનાથી આગળ હવે આપણે સાથે મળીને જીવનની સમૃદ્ધિ ના માર્ગે આગળ વધવાનું છે.

 

: તમારી અનલિમિટેડ શક્તિઓથી રીચ બનો ગુજરાતી પુસ્તકની અનુક્રમણિકા : 

1. અનંત સમૃદ્ધિનો ખજાનો.

2. તમારી ચારે તરફ સમૃદ્ધિ ફેલાયેલી છે.

3. જ્ઞાન એ જ સંપત્તિ છે

4. ઈશ્વર સાથે પાર્ટનરશિપ કરો.

5. કઈ રીતે પ્રાર્થના કરીને સમૃદ્ધિ મેળવવી.

6. આવકના દસમા ભાગના દાનનો ચમત્કારિક નિયમ

7. અમીર વધારે અમીર થાય છે.

8. વાસ્તવિક સમૃદ્ધિ કઈ રીતે મેળવવી.

9. દરેક પ્રવૃત્તિ ઈશ્વરની જ પ્રવૃત્તિ છે

10. વૃદ્ધિનો નિયમ.

11. માનસિક ચિત્ર અને સમૃદ્ધિ.

12. મદદગાર બનો અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો.

13. આભારવશ હૃદય સમૃદ્ધિને આકર્ષે છે.

14. શબ્દોની શક્તિ દ્વારા સમૃદ્ધિનો ચમત્કાર.

15. મૌન દ્વારા પ્રાપ્ત થતો અદ્ભુત વૈભવ.

Tamari Unlimited Shaktio Thi Rich Bano : Gujarati Book

Leave a Reply