Prerna Nu Zarnu Dr Jeetendra Adhia : 2025

Share

શું ( Prerna Nu Zarnu Dr Jeetendra Adhia ) તમારી અંદર રહેલી શક્તિને તમે જાણો છો ?

પ્રેરણાનું ઝરણું ( Prerna nu Zarnu Dr Jeetendra Adhia ) માનવમાત્રનું સર્જન સફળતા, સુખ અને શાંતિ પામવા માટે જ થયું છે. નિષ્ફળતા, દુઃખ અને અશાંતિ જેવી પરિસ્થિતિઓ માણસ પોતાની માન્યતાઓને પરિણામે ઊભી કરે છે.

જિંદગીમાં આપણે જે કંઈ પામવા ઈચ્છતા હોઈએ તે પામી જ શકીએ છીએ અને એ પામવાની શક્તિ પણ આપણી અંદર જ છુપાયેલી છે, જરૂર છે એ શક્તિને ઓળખવાની, સાચી રીતે સમજવાની અને એનો મહત્તમ ઉપયોગ કરવાની.

આપણી જાગ્રત અવસ્થા અને નિદ્રાવસ્થા વચ્ચેના ચોક્કસ સમયગાળામાં આપણું મન અર્ધજાગ્રત અવસ્થામાં હોય છે. એ સમયે જો કોઈ પણ ઘટનાનું વૈજ્ઞાનિક રીતે મનોચિત્રણ કરવામાં આવે તો એ બનાવ આપણી જિંદગીમાં બની ને જ રહે છે કારણ કે અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે.

અર્ધજાગ્રત અવસ્થામાં મનને મળેલા કોઈ પણ કમાન્ડને અર્ધજાગ્રત મન કોઈ પણ તર્ક કે દલીલ વગર સ્વીકારી, એને હકીકતમાં બદલવા કામે લાગી જાય છે. સફળતા, સુખ અને શાંતિ પામવાનો આ એક રાજમાર્ગ છે. ભારતમાં વેદકાળથી ચાલી આવતી આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિને ગત સદીમાં પશ્ચિમના દેશોએ પણ જાણી, ચકાસી અને હવે અપનાવી છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં ઊંડાણપૂર્વકનાં સંશોધનો પણ થયાં છે.

આ વિષયને ઘેર ઘેર સુધી પહોંચતો કરવામાં આ પુસ્તક મહત્તમ ફાળો આપી શક્યું છે એનો મને આનંદ છે. આપણું અર્ધજાગ્રત મન અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગમાંથી નીકળતા જીન જેવું છે, માંગો તે આપશે, બસ હુકમ કરવાની પદ્ધતિ શીખવાની છે.

જ્યારે કોઈ વ્યક્તિ ચાલીસીમાં પ્રવેશે છે ત્યારે પોતાની પ્રવૃત્તિ ઓછી કરવાના વિચારો શરૂ કરી દે છે પણ ડૉ. જિતેન્દ્ર અઢિયા આનાથી જુદા છે. જયારે ડૉ. અઢિયાએ ૪૦મું વર્ષ વટાવ્યું ત્યારે તેમણે તેમની જિંદગીમાં એક જુદું અને ખૂબ ઊંચું ધ્યેય નક્કી કર્યું, એક મેડિકલ કૉલેજના પ્રોફેસરમાંથી આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત પ્રેરણાદાયી વક્તા બનવાનું. ત્યાર પછીનાં ૧૦ વર્ષમાં “પ્રેરણાનું ઝરણું”ના સેમિનારથી તેમણે એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી કે ફક્ત ભારત જ નહીં પણ અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં આ સેમિનાર એટલી સંખ્યામાં યોજી રહ્યા છે કે એક દિવસ ગિનિસ બુકે પણ એની નોંધ લેવી પડશે.

ડૉ. અઢિયા “મન”ને મુખ્ય વિષય બનાવી અર્ધજાગ્રત મન, યાદશક્તિ, આંતરમાનવીય સંબંધો, ડિપ્રેશન જેવા અનેકવિધ વિષયો ઉપર કાર્યક્રમ આપી રહ્યા છે. ગુજરાતના એક સાધારણ પરિવરમાં જન્મેલા જિતેન્દ્રભાઈએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી, એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

Buy Prerna nu Zarnu Gujarati Book online 2024

એમની તબીબ તરીકેની ૩૦ વર્ષની કારકિર્દી દરમિયાન તેઓએ એક આશ્ચર્યજનક નોંધ લીધી કે માણસના વિચારો અને માન્યતાઓની અસર બીમારી અને સ્વાસ્થ્ય ઉપર ગજબની હોય છે. તેમના વાંચનના શોખે તેમને આ બાબતની વધુ માહિતી પૂરી પાડી. તેથી તેઓ શરીર અને મનના એકબીજા સાથેના જોડાણ વિશે વધુ વિચારતાં થયા. આ દિશામાં જેમ જેમ તેમનું વાંચન અને ચિંતન વધતું ગયું તેમ તેમ આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાની તેમની ઈચ્છા પ્રબળ થતી ગઈ. 

પ્રેરણાનું ઝરણું પુસ્તક ગુજરાતીમાં નંબર વન બેસ્ટ સેલર બની આખી દુનિયામાં ફેલાઈ ગયું અને અન્ય પાંચ ભાષાઓમાં પણ અનુવાદિત થયું અર્ધજાગ્રત મનની અઘાત શક્તિઓના વિષયને લઈને તેમની 15 વર્ષની કારકિર્દીમાં લોકો તરફથી અવારનવાર માંગ ઉડતી રહી કે મન વિશે સાંભળવા કે વાંચવા મળે છે પણ મનની શક્તિઓનો ઉપયોગ કરવાની પ્રેક્ટીકલ ટ્રેનિંગ ક્યાંય ઉપલબ્ધ નથી જો આ તાલીમ મળે તો ઘણા લોકો મનની અગાધશક્તિઓનો વહેવાર ઉપયોગ કરી શકે.

Prerna nu Zarnu by Dr Jeetendra Adhia Gujarati Book

આ માંગને પૂરી કરવા ડૉ. અઢિયાએ શરૂ કરેલ અઢિયા માઈન્ડ પાવર વર્કશોપ, ડાયનેમિક મેમરી, સંબંધોનું ઝરણું અને પબ્લિક સ્પિકીંગ જેવા અનેકવિધ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામોનો દેશ-વિદેશમાં અસંખ્ય લોકો લાભ લઈ પ્રગતિ કરી રહ્યા છે. આ સફળતાને પગલે ડો. અઢિયાએ લોકભોગ્ય અને સમાજઉપયોગી અનેક પ્રકાશનો લોકોનાં હાથમાં મૂક્યા છે. તેમનો પુત્ર નિમિષ હાલમાં ૧૦૦% ફાયનાન્સીયલ એઈડ સાથે યુનિવર્સિટી ઑફ ઈલીનોઈસ શિકાગોમાં ઈકોનોમીક્સમાં પી.એચ.ડી. કરી રહેલ છે.

વિશ્વના વધુ ને વધુ લોકો સુધી મનની શક્તિઓની વાત પહોંચે અને વધુ લોકો વિધાયક જીવન જીવતા થાય અને સમાજમાં વિધાયક વિચારધારનો વધુ ને વધુ ફેલાવો થાય, તેવા પોતાના મિશનને સફળ બનાવવા ડૉ. અઢિયાએ પોતાના જેવા ૧૦૦૦ ટ્રેનર બનાવવાના ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે. આવનારી પેઢીઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી વારસો છોડી જવાનું ડૉ. અઢિયાનું ધ્યેય ‘મન યુનિવર્સિટી’ રૂપે મૂર્તિમંત થઈ રહ્યું છે. ડૉ. અઢિયા દ્વારા શરૂ થયેલ આ હકારાત્મકતાની ચળવળમાં જોડાવા આપને પણ નિમંત્રણ છે.

પ્રેરણાનું ઝરણું ગુજરાતી પુસ્તક ( Prerna Nu Zarnu Gujarati Book ) તમારું જીવન બદલવાની તાકાત ધરાવે છે. આ ગુજરાતી પુસ્તક વારંવાર વાંચો અને દર વખતે કઈક નવું શીખો.

Leave a Reply