Premnu Management By Saurabh Shah

125.00

1 in stock

Description

Premnu Management by Saurabh Shah Summary

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે સલામતી?

કે પછી પ્રેમ એટલે સમાધાન?

હૂંફની હાજરી એટલે પ્રેમ?

કે ભયનો અભાવ એટલે પ્રેમ?

પ્રેમ એટલે અધિકારની માગણી?

કે અધિકારની સોંપણી?

પ્રેમ જો વેદના હોય તો ‘અજ્ઞેય’ કહી ગયા એમ: “વેદનામાં એક શક્તિ છે, જે દૃષ્ટિ આપે છે અને જે યાતના ભોગવે છે એ દ્રષ્ટા બની શકે છે.” પણ પ્રેમ જો ટેવ હોય તો સુરેશ જોષીએ કહ્યું એમઃ “ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે.”

પ્રેમ એટલે શું?

કશુંક મેળવી લેવું?

કે પછી કશુંક આપી દેવું?

એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ?

કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમ?

પ્રેમ એટલે ભવિષ્યનાં સપનાં?

કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો?

પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય. એ સિવાયની ક્ષણોમાં પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય. આ બંનેમાં—બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને બદલાયેલી આસપાસની વ્યક્તિઓ જેવું પ્રેમ સિવાયનું બીજું ઘણું બધું ઉમેરાતું હોય. પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો……..

Additional information

Weight 0.122 kg
Dimensions 12 × 5 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Premnu Management By Saurabh Shah”

Your email address will not be published. Required fields are marked *

You may also like…