કામ તો ઘણાં છે, પણ લોકો હસશે એવી બીક ના હોય તો...
આ ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક માં ( Dhandho Nano Chhe Pan Potano Chhe ) મારે પણ ધંધો કરવો છે પણ શરૂઆત ક્યાંથી કરું ? હું નોકરી છોડીને ધંધો કરવાનું રિસ્ક કેવી રીતે લઉં ? જો ધંધો ન ચાલ્યો તો હું શું કરીશ ? મને પપ્પાના બિઝનેસમાં રસ નથી, મને નવો ધંધો કરવો છે પણ પરિવારને કેવી રીતે રાજી કરું?
પોતાનો ધંધો શરૂ કરવા માંગતા યુવાનોના મનમાં ઊઠતા આવા સવાલો ના જવાબ આ પુસ્તકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક ધંધો નાનો છે પણ પોતાનો છે માં નાના પાયે ધંધાની શરૂઆત કરી સફળતા મેળવનાર ગુજરાતી યુવાનોની સાચી કહાણી છે.

આ ( ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક ) પ્રેરણારૂપ યુવાનો આપણી જ માટીમાંથી આવ્યા છે, આપણી અને આમની શક્તિઓ, સમસ્યાઓ અને મર્યાદાઓ એકસમાન છે. બસ ફરક એટલો જ છે કે, સામાન્ય લોકો સમસ્યાઓ જોઈને રોકાઈ જતા હોય છે જ્યારે આ યુવાનો સમસ્યાને મહાત આપી જીવનમાં આગળ વધ્યા છે. સરકારી નોકરીના ઇન્તજારમાં બેઠા રહેવું અર્થહીન છે અને પ્રમોશનની લાલચે નોકરીની રેસમાં દોડતા રહેવું નિરર્થક છે.
પોતાની શક્તિઓ અને આવડતોનો ઉપયોગ પોતાની સમૃદ્ધિ માટે કરવા માંગતા યુવાનોને આ પુસ્તક મદદરૂપ થશે. યુવાનો સુરક્ષિત મોટી નોકરીની જગ્યાએ પોતાનો નાનો ધંધો સ્થાપવાની દિશામાં એક ડગલુ પણ માંડશે તો આ પુસ્તક પાછળની મહેનત સફળ ગણાશે.
– કુલદીપસિંઘ કલેર – પૉઝિટિવ પાજી
Dhandho Nano Chhe Pan Potano Chhe Gujarati Book : Kuldipsingh Kaler
ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક ના લેખક નો પરિચય :
એક ગરીબ પરિવારમાં જન્મેલો યુવક પણ જો સંકલ્પ કરી લે તો જીવનમાં ધારી સફળતા મેળવી શકે છે. પોઝિટિવ પાજી આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. ભારત અને પાકિસ્તાન વિભાજન દરમિયાન પોતાનું સર્વરવ લાહોરમાં ગુમાવીને પાજીના નાના પાકિસ્તાનથી અમદાવાદ અને દાદા જલંધરમા સ્થાઈ થયા. માતા મનજીત કોર સાહિત્ય પ્રેમી હોવાથી પાજીને સાહિત્ય સર્જન વારસામાં મળ્યું. પાજીના પિતા લોખંડના કારખાનામાં કારીગર હતા. ભણવાની સાથે પાજી પિતાના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતા.
અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેઓ કોમર્સ, કાયદા, ઉદ્યોગ, સાહસિકતા, મૅનેજમેન્ટ, માસ કોમ્યુનિકેશન, માર્કેટિંગ તેમજ બ્રાન્ડિંગના નિષ્ણાત થયા. તેઓમે પત્રકાર તંત્રી, બ્યૂરો ચીફ અને પ્રોગ્રામિંગ હેડ તરીકે દેશના પ્રતિષ્ઠત અખબાર, ટીવી, ચેનલ,રેડિયો, સ્ટેશન અને વેબ પોર્ટલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વિવિધ ગુજરાતી રેડિયો માં કાર્યરત અનેક જાણીતા આર.જે. પોઝિટિવ પાજી પાસેથી ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે. દેશની પ્રતિષ્ઠિત કાફે ચેનમાં માર્કેટિંગ બ્રાન્ડિંગ હેડ તરીકે કામ કરી પાજીએ બિઝનેસ ડેવલોપમેન્ટના ગુણ આત્મસાત કર્યા.
પોઝિટિવ પાજીનાં લગ્ન ગુજરાતી પરિવારની દીકરી શેફાલી ચૌહાણ સાથે થયાં. બંને અખબારમાં પત્રકાર ( ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક ) તરીકે ફરજ બજાવતા હતા અને જીવનસાથી બન્યાં. પાજીનું પુસ્તક ધંધો નાનો છે પણ પોતાનો છે માં પત્ની શેફાલી કોર કલેરે સહસંપાદકની ભૂમિકા ભજવી છે. પાજીની દીકરી બાનીકોર ખૂબ જ સુંદર કાવ્યપઠન કરે છે. પાજી અને શના ‘ચારણ કન્યા’ અને ‘તું કેવો ગુજરાતી છે’ જેવા વીડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાપરાક હોય છે.
20 વર્ષ વિવિધ કૉર્પોરેટ્સમાં જૉબ કર્યા પછી પૉઝિટિવ પાજી એટલે કુલદીપસિંઘ કલેર નાનો ધંધો સ્થાપી મહેનત કરી રહેલા ઉદ્યમીઓને સપોર્ટ કરવા માટેના મિશનની શરૂઆત કરી. પાજીનું મિશન ધંધો નાનો છે પણ પોતાનો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાલા ગયું. આ સાથે તેઓ હજારો યુવાનોને પોતાનો ધંધો સ્થાપવામાં મદદરૂપ પણ આઇઆઇટી અને ઈડીઆઈઆઈ જેવી જાણીતી મૅનેજમેન્ટ સંસ્થાઓ ઉપરાંત વિશ્વ ઓર્ગેનાઇઝેસન્સમાં પાજીના વ્યાખ્યાન યોજાય છે.
ધંધો નાનો છે પણ પોતાનો છે ગુજરાતી પુસ્તક ના લેખક કુલદીપસિંઘ કલેર વિવિધ સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ ૫૨ 10 લાખથી વધુ ફોલોઅર પર પૉઝિટિવ પાજીને ગુજરાત ટુરિઝમ દ્વારા બેસ્ટ ઇન્સ્ટાગ્રામ ઈન્ફલ્યુએન્સર ઓફ ગુજરાત ઍવૉર્ડ 2022 થી સન્માનિત કરાયા. લેખક અને વક્તા તરીકે દેશ-દુનિયામાં જાણીતા પોઝીટિવ પાજીને ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા મતદાન જાગૃતિ માટે એમબેસેડર નીમવામાં આવ્યા. દેશ-દુનિયામાં ફરીફરીને ગુજરાતી યુવાનોને આત્મનિર્ભર વાર્તા આપતા પૉઝિટિવ પાજી ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે કામ કરી રહ્યા છે.
આ કુલદીપસિંઘ કલેર ગુજરાતી પુસ્તક તમને ઘણું બધુ શિખવાડસે, જરૂરી નાથી કે તમે ધંધો કરતાં હોય અથવા ધંધો કરવાનું વિચારતા હોય. ગુજરાતીના ઘર ઘર સુધી રાખે તેવું ઉત્તમ પુસ્તક.