-10%

Deep Work by Cal Newport ( Gujarati )

Original price was: ₹250.00.Current price is: ₹225.00.

1 in stock

Description

Deep Work by Cal Newport Gujarati Book Summary

આ ડીપ વર્ક ગુજરાતી પુસ્તકમાં તમને શું શીખવા મળશે ?

અત્યારની ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પર આધારિત ઇકૉનૉમીમાં સફળતા મેળવવા માટે જે સૌથી અગત્યની આવડત છે તે ઓછી થતી જાય છે.

આ આવડત છે ડીપ વર્ક કરવાની. એકધ્યાન થઈને કામ કરવાની. આપણાં શાસ્ત્રોમાં આ રીતે કામ કરવાની પદ્ધતિને એકોપાસના કહેવાય છે.

ડીપ વર્ક ગુજરાતી પુસ્તક

અત્યારે એમ માનવામાં આવે છે કે બિઝનેસ, શિક્ષણ, મનોરંજન અથવા ઉદ્યોગ ક્ષેત્રમાં ઇ-મેઇલ, ફેસબુક, ટ્વિટર અને વ્હૉટ્સઍપ જેવાં ઇન્ટરનેટ ટૂલ્સનો ઉપયોગ અત્યંત જરૂરી છે. જે આ ટૂલ્સનો ઉપયોગ ન કરતાં હોય તેને ‘જુનવાણી’ માનવામાં આવે છે!

પરંતુ એ જાણીને આશ્ચર્ય થાય કે બીલ ગેટ્સ જેવા સૌથી વધુ સફળ બિઝનેસમૅન અને ‘હેરી પોટ્ટર’ જેવી વિશ્વવિખ્યાત વાર્તાના લેખક જે. કે. રોલિંગ આવાં નેટવર્ક ટૂલ્સથી દૂર રહીને, એકાંતમાં રહીને, ડીપ વર્ક કરે છે. તેમને મળેલી અપ્રતિમ સફળતામાં આ ડીપ વર્ક નો મહત્ત્વનો ફાળો છે.

અમેરિકાના જાણીતા લેખક અને બ્લૉગર, કાલ ન્યુપોર્ટ જણાવે છે કે ડીપ વર્ક એટલે કોઈપણ જાતની ખલેલ વિના, એક જ બાબત પર કૉન્સન્ટ્રેશન કરીને થતું કામ. જે કામમાં માહિતી અને ડેટા મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમાં આ પ્રકારનું ડીપ વર્ક કરવાથી ઓછા સમયમાં વધુ સફળતા પ્રાપ્ત થાય છે.

આમ છતાં અત્યારે મોટાભાગના લોકો ઉપરછલ્લાં, બિનમહત્ત્વનાં કામમાં ઘણો સમય બરબાદ કરે છે. દિવસનો મોટોભાગ ઇ-મેઇલ્સ, ફેસબુક, ટ્વિટર અને વ્હૉટ્સઍપ પર મૅસેજની આપ-લેમાં ચાલ્યો જાય છે.
કાલ ન્યુપોર્ટ જણાવે છે કે અત્યારના સમયમાં પણ ડીપ વર્ક કઈ રીતે થઈ શકે.

ઉપરછલ્લાં કામને અવગણીને મહત્ત્વનાં કામ એકધ્યાન થઈને કરવાથી વધુ સફળતા મળે છે, સ્ટ્રેસ ઓછું થાય છે અને કામની ગુણવત્તા વધે છે.

આ પુસ્તક( deep work Gujarati Book Summary ) માં ન્યુપોર્ટે ફોકસ કઈ રીતે વધારવો, ખલેલ કરતી બાબતો કઈ રીતે અવગણવી અને ડીપ વર્ક કરીને પોતાના ક્ષેત્રમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી તેના નિયમો અને ટિપ્સ જણાવ્યા છે. જે કોઈને અત્યારની સતત બદલાતી ઇકૉનૉમીમાં સફળ થવાની ઇચ્છા હોય તેને આ પુસ્તક ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે.

આ પુસ્તક R R Sheth Publication દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે અને Book Summary Video જોવા માટે અહિયાં ક્લિક કરો.

Additional information

Weight 0.250 kg
Dimensions 15 × 1 × 5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Deep Work by Cal Newport ( Gujarati )”

Your email address will not be published. Required fields are marked *

You may also like…