ડીપ વર્ક ( Deep Work ) પુસ્તક ના લેખક વિષે :
ડીપ વર્ક ગુજરાતી પુસ્તક ( Deep Work Book ) ના લેખક કાલ ન્યૂપોર્ટે સાત પુસ્તકો લખ્યાં છે, જેમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ A World Without Email, Digital Minimalism અને ડીપ વર્ક ( Deep Work) નો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકોની બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકોના 40 ભાષામાં અનુવાદ થયા છે. એમાંનાં ઘણાં પુસ્તકો ન્યુ યોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર યાદીમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. પુસ્તકલેખન ઉપરાંત ન્યૂપોર્ટ ન્યુ યોર્ક માં લેખક તરીકે પ્રદાન કરે છે અને ડીપ કવેશન પોડકાસ્ટના હોસ્ટ છે.

What is the book Deep Work About :
માઈક્રોસોફ્ટ કંપની કઈ રીતે શરૂ થઈ તે વાત એટલી બધી વાર કહેવાઈ ગઈ છે કે હવે એક દંતકથા બની ગઈ છે! 1974ના વિન્ટરમાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક યુવાન વિદ્યાર્થીએ Popular Electronics મૅગેઝિનના કવર પર વિશ્વના પ્રથમ કમ્પ્યૂટર ‘Altair’ ને જોયું. આ યુવાનનું નામ બિલ ગેટ્સ હતું, તેને ખ્યાલ આવ્યો કે આ કમ્પ્યૂટર માટે સૉફ્ટવેર ડિઝાઈન કરવાની તક છે.
આ તક ઝડપી લેવા બિલ ગેટ્સે બીજાં બધાં કામ પડતાં મૂકીને પોલ એલન અને મોન્ટે ડેવીડોફ સાથે ટીમ બનાવીને પ્રોગ્રામિંગ લૅન્ગ્વેજ બનાવવાનું શરૂ કર્યું. પછીના બે મહિના તેઓ સતત આ જ કામમાં સક્રિય રહ્યા. બે મહિનાને અંતે તેમણે Altair કમ્પ્યૂટર માટે BASIC પ્રોગ્રામિંગ લૅન્ગ્વેજ વિકસાવી.
બિલ ગેટ્સની દીર્ઘદૃષ્ટિ અને સાહસિક વૃત્તિના ઉદાહરણ આપવા માટે આ દંતકથા કહેવાય છે. પરંતુ અનેક ઇન્ટરવ્યૂ દ્વારા ગેટ્સની બીજી એક ખાસિયત જાણવા મળે છે. તે છે તેમની ડીપ વર્ક ( Deep Work ) કરવાની ક્ષમતા. તેમની સફળતામાં આ સદગુણનો બહુ મોટો ફાળો છે.
2013માં વોલ્ટર ઈસાક્સને Harvard Gazette માં લખેલું કે બિલ ગેટ્સ આ બે મહિના માટે એટલા કોન્સન્ટ્રેશન સાથે કામ કરતા હતા કે ઘણીવાર તેઓ કોડ લખતી વખતે કી બોર્ડ પર જ ઊંઘમાં ઢળી પડતા!
એક-બે કલાકની ઊંઘ લઈને તેઓ જાગીને સીધા અધૂરું કામ પૂરું કરવામાં લાગી જતાં. એમના પાર્ટનર પોલ એલન ગેટ્સની આ ક્ષમતાને કૉન્સન્ટ્રેશન કરવાની અદ્ભુત કાબેલિયત તરીકે વર્ણવે છે. ઈસાક્સન પોતાના પુસ્તક The Innovators માં લખે છે કે, જે એક બાબત ગેટ્સને અને એલનને જુદા પાડતી હતી તે હતી કૉન્સન્ટ્રેશન કરવાની ક્ષમતા. એલનનું મન અનેક વિચારોમાં ભટકતું રહેતું, જ્યારે ગેટ્સ તદ્દન એકધ્યાન થઈને કામ કરતા.
ગેટ્સની આ ખાસિયત મારી ડીપ વર્ક ( Deep Work Gujarati Book ) કરવાની દલીલને સમર્થન આપે છે. અત્યારના ઇન્ફોર્મેશન ટૅક્નૉલૉજીના સમયમાં ચર્ચા કરવાનું સહેલું છે. અત્યારે લોકો જે રીતે ટેલિફોનને મહત્ત્વ આપે છે અને આરામથી કામ કરવામાં માને છે તેના કારણે અમારામાં જે જુનવાણી છે તે અણગમો અનુભવે છે.
અત્યારના ‘મૉડર્ન’, ‘ડિજિટલી કનેકટેડ’ લોકોને આ અણગમાની વાત જુનવાણી લાગે છે અને તેઓ એમ માને છે કે વધુ કનેક્ટિવિટી એટલે વધુ સારું કામ.’ માર્શલ મેક્લુહાન જણાવે છે કે, “મિડિયમ એટલે મૅસેજ દેવાનું એક સાધન’ પરંતુ અત્યારની માન્યતા મુજબ તો ‘મિડિયમ એટલે જ નીતિ’ એમ કહેવાય છે. કાં તો તમે ફેસબુક પર હાજર છો અથવા પતનના માર્ગે છો!
What is the book Deep Work About.
આ પુસ્તકના પરિચયમાં મેં જણાવ્યું તેમ મને આ ચર્ચામાં કોઈ રસ નથી. ડીપ વર્ક ( Deep Work ) કરવાનો નિર્ણય કોઈ નીતિ અથવા તત્ત્વજ્ઞાન નથી. તે એક પ્રેક્ટિકલ વાસ્તવિકતા છે કે, ધ્યાનથી કામ કરવાથી સારું પરિણામ આપતું કામ થઈ શકે છે. ડીપ વર્ક ( Deep Work ) માત્ર એટલા માટે મહત્ત્વનું નથી કે બીજાં કામ નકામાં છે.
તેનું મહત્ત્વ એટલા માટે છે કે તેને કારણે બિલ ગેટ્સ છ મહિનામાં જ બિલિયન ડૉલર્સ કંપની ઊભી કરી શક્યા. મારી પોતાની કરિયરમાં પણ મને વારંવાર આ બાબતનો અહેસાસ થયો છે. છેલ્લાં દસ વર્ષથી હું ડીપ વર્ક ( Deep Work ) કરવા માટે ટેવાયેલો છું, પરંતુ અત્યારે પણ તેની તાકાત મને આશ્ચર્ય ઉપજાવે છે.
હું જ્યારે ગ્રૅજ્યુએટ સ્કૂલમાં હતો ત્યારે ડીપ વર્ક ( Deep Work ) કરવાને કારણે હું દર વર્ષે બે રિસર્ચ પેપર્સ લખી શક્યો. (એક વિદ્યાર્થી માટે આ સારું કહેવાય) આને માટે મેં કોઈ દિવસ સાંજના પાંચ વાગ્યા પછી અથવા વીકએન્ડમાં કામ કર્યું નથી. (આ પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ કરી શકતા.)
Deep Work Book PDF
જ્યારે વિદ્યાર્થી મટીને પ્રોફેસર બનવાનો સમય આવ્યો ત્યારે મને ચિંતા થઈ. વિદ્યાર્થી તરીકે મારાં કામ ઘણાં ઓછાં હતાં. આને કારણે દિવસનો બાકીનો ભાગ હું મારી મરજી મુજબ વિતાવી શકતો. મને અહેસાસ થયો કે પ્રોફેસર તરીકે મને આટલો સમય નહીં મળે. એ સમયે હું ડીપ વર્ક ( Deep Work Book PDF ) કરી શકું તેટલી ક્ષમતા મારામાં છે કે નહીં તે બાબતે મને શંકા થઈ. મેં આ બાબત વિશે ચિંતા કરવાને બદલે તેનો ઉપાય કરવાનો નિર્ણય કર્યો. આ રીતે કામ કરવાની મારી ક્ષમતા વધે તેને માટે મેં એક પ્લાન કર્યો.
હું કબૂલ કરું છું કે આ વર્ષે મેં વધારે પડતું ડીપ વર્ક ( Deep Work Book PDF ) કર્યું. આને કારણે ઘણો થાક લાગ્યો અને ભવિષ્યમાં હું કદાચ આટલું બધું ડીપ વર્ક ( Deep Work Book PDF ) નહીં કરું. પરંતુ આ અનુભવ એ વાત ભારપૂર્વક સાબિત કરે છે કે ઉપસંહારમાં શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઘણા લોકો માને છે તેના કરતાં ડીપ વર્ક ( Deep Work Book ) ઘણું વધારે સક્ષમ છે.
આ ડીપ વર્ક ( Deep Work ) ને કારણે બિલ ગેટ્સ એક નવી જ તક ઝડપીને ઉત્તમ કંપનીમાં સ્થાપી શક્યા. આને કારણે જ મેં જે વર્ષે પુસ્તક લખ્યું તે જ વર્ષે સામાન્ય કરતાં બમણાં રિસર્ચ પેપર્સ લખી શક્યો. જે લોકો કામ કરી રહ્યાં છે તેમને છોડીને સંપૂર્ણ ધ્યાન દઈને કામ કરનાર લોકોના નાના ગ્રૂપમાં જોડાવું તે એક અનેરો અનુભવ છે.
અલબત્ત, આવી રીતે ડીપ વર્ક ( deep work book summary ) કરીને જીવવું અઘરું છે. તેને માટે સખત મહેનત કરવી પડે અને ટેવ બદલવી પડે. ઘણા લોકોને ઈ-મેઈલ્સ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ કરીને ‘વ્યસ્ત’ રહેવાનું વધુ અનુકૂળ લાગે છે. ડીપ વર્ક ( Deep Work ) માં આમાંથી મોટાભાગનું ત્યાગી દેવું પડે. આ ઉપરાંત શ્રેષ્ઠ કામ કરવાના પ્રયત્નમાં પણ એક જોખમ છે. આને કારણે એ અહેસાસ થાય છે કે અત્યાર સુધી જે કર્યું છે તે સર્વશ્રેષ્ઠ નહોતું. કોઈ બાબતની ટીકા કરવાનું બહુ સહેલું છે. રઝવેલ્ટની જેમ મહેનત કરીને મેળવવું અઘરું છે.
પરંતુ જો તમે આરામ અને ભયનો ત્યાગ કરવા તૈયાર હો, પોતાના મનની સમગ્ર ક્ષમતા કોઈ મહત્ત્વની બાબત પર કેન્દ્રિત કરીને કામ કરવા માગતા હો. તો તમને જાણ થશે કે આવું ડીપ વર્ક ( Deep Work ) પ્રોડક્ટિવિટી વધારીને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. અમુક લોકોને આ બાબતનો અહેસાસ થયેલો છે.
ડીપ વર્ક પુસ્તક ( DEEP WORK ) દ્વારા તમે ચોક્કસ શીખી શકશો કે,
- પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારવી?
- કામનું ઉત્તમ આઉટપુટ કેવી રીતે આપી શકાય?
- કેવી રીતે નવા સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સફળતાની ઊંચાઈએ પહોંચી શકાય?
- તમારાં કામ અને જીવન વચ્ચેનું આદર્શ સંતુલન કેવી રીતે જાળવી શકાય?
- ઓછા સમયમાં વધુ અને સારું કામ કેવી રીતે કરી શકાય?
આ ઈન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તક તમને એ વાતનો વિશ્વાસ અપાવે કે છે તમે પણ તમારાં રૂટિન કામને ડીપ વર્ક ( DEEP WORK ) માં બદલી શકશો, જેનાથી તમે ઇચ્છેલાં દરેક ગોલ હાંસલ કરી શકશો.