Aadhunik Bharat No Itihas Yuva Upnishad Publication Gujarati Book Summary
આ છેલ્લાં પાંચ વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલ વિષયો માટેના પુસ્તકો પ્રસિદ્ધ કરી રહ્યું છે. જેનો અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીમિત્રો સરકારી સેવામાં જોડાઈને સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે.
બદલાયેલી પરીક્ષા પદ્ધતિને આધારે સતત પરિવર્તન, ગહન વિષયવસ્તુ ઉપરાંત સાંપ્રત ઘટનાનું સામંજસ્ય સાથે ( aadhunik bharat no itihas yuva upanishad pdf ) ના દરેક પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની વિષયવસ્તુ પર ખરાં ઉતરેલાં છે.
ઈતિહાસ વિષય અંતર્ગત આધુનિક ભારતનો ઇતિહાસ ખંડને આવરી લેતું પુસ્તક ‘આધુનિક પ્રસ્તુત કરતા એક આત્મસંતોષ તથા હર્ષની લાગણી ઉત્પન્ન થાય છે.
ઈતિહાસ વિષય માહિતીનો સમુદ્ર ગણી શકાય જેમાં હજારો વર્ષની વાત થોડા પાનામાં કરવાની આવે, તેમાં પણ આધુનિક ભારતના ઈતિહાસને લગતી સાધન-સામગ્રી તથા સ્ત્રોત સૌથી વધારે ઉપલબ્ધ છે.
આથી જરૂરી માહિતી, ઘટનાનું તાર્કિક વિશ્લેષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાને અનુરૂપ વર્ણનનું એક જગ્યાએ સંકલન કરવું એ એક જટિલ તથા ચોકસાઈ માંગી લેતું કાર્ય છે.
આ ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવેલ દળદાર પુસ્તક છે. આ પુસ્તકમાં પરીક્ષાલક્ષી ઘટનાઓનું સચોટ તથા ટુ ધ પોઈન્ટ વર્ણન કરવામાં આવ્યું છે.
ઈતિહાસની મરાઠાકાળ, યુરોપિયન પ્રજાનું આગમન અને તેની ભારત પર અસરો, નવજાગૃતિકાળ, 1857થી લઈને આઝાદી સુધીનાં સ્વાતંત્ર્ય સંગ્રામો, વિદેશોમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેવી અતિ મહત્વની ઘટનાઓ તથા મુદ્દાઓનું તમામ દ્રષ્ટિકોણનું યોગ્ય મુલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રાથમિક પરીક્ષામાં પૂછાતી અગત્યની માહિતીઓ ઘ્યાનમાં આવે એ રીતે ઘાટા કરી, ચાર્ટ, ટેબલ તથા ફોટા સ્વરૂપે આપવામાં આવી છે તેમજ જરૂરી શબ્દો ( Terminology )ને અલગથી ડિઝાઈન કરીને થિયરીની સાથે જ આપવામાં આવ્યા છે.
જેથી વિદ્યાર્થીઓને વાંચનમાં સરળતા રહે. જે તે મુદ્દા સાથે સંકળાયેલી અગત્યની માહિતી તથા તેને લગતા વર્તમાનના મુદ્દાઓને પણ તેની સાથે જ આવરી લેવામાં આવ્યાં છે.
પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની મૂંઝવણ દૂર કરવા માટે જે તે પ્રકરણના અંતે તે પ્રકરણને લગતાં અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સંકલન કર્યું છે.
આ પુસ્તક ( Aadhunik Bharatno Itihas Yuva ) માં ઉપરાંત પ્રકરણનું અધ્યયન કર્યા બાદ સ્વમૂલ્યાંકન માટે તે પ્રકરણને લગતાં મહાવરા માટેનાં પ્રશ્નો પણ પ્રકરણને અંતે આપ્યા છે.
એવું કહેવાય છે કે ગુજરાતી વિદ્યાર્થીઓને જો UPSC કે GPSC ની પરીક્ષા પાસ કરવી હોય તો હિન્દી કે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા પુસ્તકોનું જ અધ્યયન કરવું જોઈએ. પરંતુ આ ભ્રમને દૂર કરવા માટે અમારા પબ્લિકેશન દ્વારા અલગ અલગ વિષયોના રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તાસભર પુસ્તકો આપેલાં છે.
આ પુસ્તકોમાં વધુ એક નવું પુસ્તક એટલે અમને વિશ્વાસ છે કે અમારા આ પ્રયત્નો વિદ્યાર્થીઓને તેમની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
Reviews
There are no reviews yet.