The Richest Man In Babylon : George Clason (2025)

Share

ગુજરાતી પુસ્તક ( The Richest Man In Babylon : George Clason 2025 ) જેમ તમને કોઈ માર્ગ દૂર સુધી લઈ જાય છે, તેમ તમારી સામે ભવિષ્ય ફેલાયેલું છે. આ માર્ગ પર તમારી મહત્ત્વાકાંક્ષાઓ છે, જેને તમે પ્રાપ્ત કરવા ઇચ્છો છો. તમે તમારી ઇચ્છાઓ પૂરી કરવા માંગો છો.

તમારી મહત્ત્વાકાંક્ષાઓ અને ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારી પાસે પૂરતું ધન હોવું જોઈએ. આ પુસ્તકમાં આપેલા આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરો. એમાંથી શીખો કે તમે ધનનો સંગ્રહ કેવી રીતે કરી શકો છો અને પછી એમાંથી સુખદ જીવનનો આનંદ કેવી રીતે મેળવી શકો છો.

ગુરુત્વાકર્ષણના નિયમની જેમ ધનના આ નિયમો પણ યુનિવર્સલ અને અપરિવર્તનીય છે. એનો લાખો લોકોએ લાભ મેળવ્યો છે અને તમને પણ ફાયદો થશે. આ પુસ્તકનો અભ્યાસ કર્યા પછી ચોક્કસ તમારું બેંક બૅલેન્સ વધશે અને તમારી આર્થિક પ્રગતિ ઝડપથી થશે.

The Richest Man In Babylon George Clason gujarati book review online

કોઈ પણ દેશની સમૃદ્ધિ એના નાગરિકોની આર્થિક સ્થિતિ પર આધારિત છે.

( the richest man in babylon hindi ) પુસ્તક સમૃદ્ધ થવા માટેની સફળતા મેળવવા વિશે છે. સફળતા એટલે આપણા પ્રયાસો અને યોગ્યતાના પરિણામસ્વરૂપે પ્રાપ્ત થતી અચિવમેન્ટ્સ. આપણી સફળતાની ચાવી છે, યોગ્ય તૈયારી. આપણે જેટલું યોગ્ય રીતે, કાળજીપૂર્વક અને જાણકારી સાથે વિચારીશું તથા આપણા વિચારોનો યોગ્ય અમલ કરીશું એટલું આપણું કાર્ય વધારે સરળ અને સ્પષ્ટ થશે. આપણે વધારે પ્રૉફિટેબલ વિચારોનો ઉપયોગ કરી શકીશું.

આ પુસ્તક તમને તમારી નબળી આર્થિક સ્થિતિને સધ્ધર બનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગદર્શક છે. હકીકતમાં આ જ એનો goal છે. આ પુસ્તક કે મહત્ત્વાકાંક્ષી લોકોને આર્થિક સફળતા મેળવવા માટે એવી જાણકારી આપી છે, જેની મદદથી તેઓ ધન પ્રાપ્ત કરી શકે છે, એને જાળવી શકે છે અને વધારે ધન મેળવી શકે છે.

( the richest man in babylon hindi ) પુસ્તકનાં ચૅપ્ટર્સમાં આપણે બેબીલોનની સફર કરીશું, જ્યાં ધનદોલતના મૂળભૂત સિદ્ધાંતો ડેવલપ થયા હતા. આજે પણ આ સિદ્ધાંતો ને દુનિયાભરના લોકો પોતાના જીવનમાં ઉતારે છે

વધુ ને વધુ કમાણી કરવા માટેના ઑપ્શન્સ શોધો.

તમારા ખર્ચને કંટ્રોલમાં રાખો.

તમારા ધનનો સંગ્રહ કરો અને એમાં વધારો કરો.

તમારી મૂડી ન ગુમાવો.

તમારા ધનનું પ્રૉફિટેબલ રોકાણ કરો.

તમારી ભવિષ્યની આવક સુનિશ્ચિત કરો.

તમારી કમાણી કરવાની શક્તિ વધારો.

buy The Richest Man in the Babylone Gujarati book online 2024

મને આશા છે કે, આ પુસ્તકના વાચકોને પોતાના બેંક બૅલેન્સમાં વધારો કરવા, વધારે નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા અને પર્સનલ ફિનાન્શિયલ પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવા માટે પ્રેરણા મળશે. દુનિયાભરના લાખો વાચકોએ આ પુસ્તક વિશે આ જ પ્રકારનો. અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

હું એ તમામ બિઝનેસ એક્ઝિક્યુટિવ્સનો આભાર માનું છું, જેમણે પોતાના મિત્રો, સગાસંબંધીઓ, કર્મચારીઓ અને સહકર્મચારીઓને આ પુસ્તક મોટી સંખ્યામાં ભેટ આપ્યું છે. સફળ લોકોએ આ પુસ્તકને પસંદ કર્યું છે, કારણ કે આ સફળ લોકોએ પણ આ જ સિદ્ધાંતોને બળે સફળતા મેળવી હતી.

બેબીલોન પ્રાચીન વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર હતું, કારણ કે એના નાગરિકો બહુ ધનવાન હતા. તેઓ ધનની વૅલ્યૂ સમજતા હતા. તેઓ ધનને પ્રાપ્ત કરવા, એને જાળવવા અને એમાંથી વધારે કમાણી કરવાના અસરકારક આર્થિક સિદ્ધાંતોનો અમલ કરતા હતા. આ સિદ્ધાંતો થકી તેઓ સમૃદ્ધ થયા હતા અને આપણે પણ એવું જ ઇચ્છીએ છીએ.

જ્યોર્જ એસ. ક્લેસન (G.S.C.)

Be part of our Social Media Journey!

Leave a Reply