તમે જીવનમાં અડધો સમય ખોટા નિર્ણયો લેશો તેમ છતાં તમે સમૃદ્ધ બની શકો

હંમેશા તર્કને જ મહત્ત્વ આપવાને બદલે મોટાભાગે સમજદારીને મહત્ત્વ આપશો તો વધુ ફાયદો થશે.

“તમારા સમયને કાબૂ કરી શકવો એ નાણાંમાંથી મળતો સૌથી મોટો ફાયદો છે.”

દરેક વસ્તુની કિંમત હોય છે, પણ દરેક વસ્તુની કિંમત લેબલ પર લખેલી નથી હોતી.

જયારે તમારી સાથે જીવનમાં બધું જ સારું થઇ રહ્યું હોય ત્યારે વિનમ્ર બનવાનું ન ભૂલો અને ખોટું થઇ રહ્યું હોય ત્યારે માફ કરો.

તમારી પાસે કેટલા નાણાં છે તે દેખાડવા માટે તમે નાણાં ખર્ચતા હો તો તે તમારા નાણાં ગુમાવવાનો સૌથી ઝડપી રસ્તો છે.

લાંબા સમયનું આયોજન ક૨વું અઘરું છે. કારણ કે સમય સાથે લોકોના ધ્યેયો અને ઇચ્છાઓ બદલાઈ જાય છે.”

વોરેન બફેટની ૮૪.પ બિલિયન ડોલરની સમૃદ્ધિમાંથી તેને ૮૧.૫ બિલિયન ડોલર તેના ૬૫માં વર્ષના જન્મદિવસ પછી મળ્યા. આપણું મન આવી વિચિત્રતા સમજી શકતું નથી.

તમારે પાસે જે નથી અને જેની જરૂર નથી તે મેળવવા માટે તમારી પાસે જે છે તેને જોખમમાં મૂકવાની કોઈ જરૂર નથી.

તમે તમારી વસ્તુઓથી જેટલા પ્રભાવિત છો તેટલા બીજા કોઈ લોકો નથી હોતા.