એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ? કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?

પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી સાચવી લીધેલી જીવનની ક્ષણો

સંબંધ બાંધવા પ્રયત્નની જરૂર પડે. આખરે એ બે માણસ વચ્ચેના સંબંધ છે, બિલાડીના ટોપ નથી આપોઆપ ફૂટી નીકળે.

પ્રેમ કદી જાહેર ન હોઈ શકે. જાહેર બને છે ત્યારે એ પ્રેમ મટીને દેખાડો બની જાય છે.

પ્રેમ માટે જીવન નથી, જીવન માટે પ્રેમ છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માણસના મનમાં, હૃદયમાં પ્રેમની લાગણી જન્મે છે અને એ લાગણીને સંતોષવાની ઇચ્છા જન્મે છે.

પ્રેમ માટે જીવન નથી, જીવન માટે પ્રેમ છે. જીવનને વધુ સમૃદ્ધ બનાવવા માણસના મનમાં, હૃદયમાં પ્રેમની લાગણી જન્મે છે અને એ લાગણીને સંતોષવાની ઇચ્છા જન્મે છે.