-10%

Chromosome XY by Dr Nimitt Oza (Gujarati)

Original price was: ₹200.00.Current price is: ₹180.00.

1 in stock

Description

Chromosome XY by Dr Nimitt Oza Gujarati Book

અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા

આ એક રંગસૂત્ર XY ડૉ. નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક ઓનલાઇન લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી, જે પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષજાતને સ્વર્ગની સફર કરાવે છે. આ કથા કાલ્પનિક હોય શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું કોઈપણ પુરુષને સ્વીકાર્ય નહીં હોય.

કહેવાય છે કે પ્રસૂતિ પીડા એ જગતની સર્વોચ્ચ પીડા છે, પણ સાથોસાથ એ રાર્જનાત્મક પીડા પણ છે. એ પીડાના અંતે જ જગતની દરેક સ્ત્રી એક નવા જીવને અવતરણ આપવાનો ચમત્કાર સર્જી શકે છે. સ્ત્રીએ સર્જન કરેલો પોતાનો જ એક અંશ, જેની સામે દુનિયાની દરેક પીડા વામણી લાગવા માંડે.

રંગસૂત્ર XY ડૉ. નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક ઓનલાઇન

પ્રસૂતિ પીડા જેટલી જ બળવત્તર અને સમાંતર એક બીજી પીડા છે. એ છે કશું પણ સર્જન ન કરી શકવાની પીડા અને એ પીડામાંથી જ આ કથાએ જન્મ લીધો છે. દરેક વ્યક્તિ ચમત્કાર કરી શકવાનું સામથ્ર્ય નથી ધરાવતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન દુનિયાને કશું પણ નવું ન આપી શક્યાનો રંજ અને અફસોસ, એ દરેકને થતો જ હશે જે કશું પણ સર્જવામાં નિષ્ફળ રહી છે.

પુરુષ બધું જ કરી શકે છે, એક બાળકને જન્મ આપ્યા સિવાય. અસર્જનની આ વાસ્તવિક્તા પુરુષને સતત પ્રતિત કરાવે છે કે આ દુનિયા પરનું શ્રેષ્ઠ સર્જન કરી શકવાનો અવસર, આનંદ અને શ્રેય આજીવન તેના ભાગ્યમાં નથી જ.

આ રંગસૂત્ર XY ડૉ. નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક નવલકથા એક પ્રયાસ છે. અત્યાર સુધી વાંઝણી રહેલી ઇચ્છાઓને કલ્પનાઓના હળથી ખેડીને ફળદ્રુપ કરવાનો પ્રયાસ. આજ સુધી ક્યારેવ પણ જમ્મી ન શકેલી શક્યતાઓને સગર્ભા કરવાનો પ્રયાસ. આ બૌદ્ધિક ઉત્તેજનાનો અતિરેક છે કે સાહસ, એ તો સમય જ કહેશે પરંતુ આ કથા -એ દરેક પુરુષ-સ્ત્રીને સમર્પિત છે જેઓ સર્જન કરી શકવાનું મહત્ત્વ જાણે છે. આ રંગસૂત્ર XY ડૉ. નિમિત ઓઝા ગુજરાતી પુસ્તક ઓનલાઇન દ્વારા ભવિષ્યમાં ક્યારેવ પણ જો વાસ્તવિક્તાનું એકાદ બારણું પણ ખૂલશે. તો એ પળ પુરુષજાત માટે ધન્ય ક્ષણ હરશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Chromosome XY by Dr Nimitt Oza (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *